‘જીવનશિક્ષણ’ મેગેઝીનમાં માળિયા તાલુકાના શિક્ષક ઝળકયા

- text


શિક્ષકનો કોરોનાકાળ દરમિયાનની વિશેષ કામગીરીનો અહેવાલ પ્રસિદ્ધ થતા કોરોના યોદ્ધા તરીકે સન્માન કરાયું

મોરબી : મોરબી જિલ્લા અને માળિયા તાલુકા માટે ગૌરવપૂર્ણ ક્ષણ જ્યારે શિક્ષણમાં નવતર પ્રયોગોની વાત હોય, ઈનોવેશનની વાત હોય, શિક્ષણમાં ગુણવત્તા સુધારણાની વાત હોય ત્યારે મોરબી શિરમોર જ રહ્યું છે. મોરબીના શિક્ષકો નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શાળાઓને નંદનવન બનાવી રહ્યા છે. ભૌતિક સુવિધાઓથી સજ્જ બનાવી રહ્યા છે. ત્યારે ‘જીવનશિક્ષણ’ મેગેજીનમાં માળિયા તાલુકાના શિક્ષક ઝળકયા છે.

જી.સી.ઈ.આર.ટી.- ગાંધીનગર દ્વારા દર મહિને આશરે પચાસ હજાર જેટલી પ્રતોમાં ‘જીવનશિક્ષણ’ મેગેઝિન પ્રકાશિત થાય છે. જેમાં શિક્ષણના નૂતન પ્રવાહોની જાણકારી આપવામાં આવે છે. રાજ્યભરની શાળાઓની નોંધનીય બાબતોના લેખોનું આલેખન કરીને સમગ્ર રાજ્યની શાળાઓમાં પહોંચાડવામાં આવે છે.
જેમાં ઓગસ્ટ ૨૦૨૧નાં અંકમાં મૂળ ટંકારાના અને હાલ માળિયાનાં કુંતાસી ગામે ફરજ બજાવતા બેચરભાઈ ગોધાણી દ્વારા કોરોના કાળ દરમિયાન કરેલ વિશેષ કામગીરીનો અહેવાલ ડાયેટ રાજકોટનાં પ્રોફેસર અને માળિયા તાલુકાનાં લાયઝન ઓફિસર ડૉ હમીરભાઈ કાતડ દ્વારા જીસીઈ આરટી સુધી પહોંચાડ્યો હતો. જેને જીવનશિક્ષણ મેગેઝિન માટે પસંદ કરવામાં આવ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે તાજેતરમાં ગત દસ તારીખે આ શિક્ષકનાં યોગદાન બદલ બીઆરસી, ટીપીઈઓ, સંઘના પ્રમુખ અને મહામંત્રી અને માળિયાનાં તમામ આચાર્યોની હાજરીમાં કોરોના યોદ્ધા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text