મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી લેનાર શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી લેનાર શ્રમિકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર ગામે રહેતા કાન્તિભાઇ ગણપતભાઇ નાયક નામના શ્રમિકે કોઈ કારણોસર ગઈકાલે તા.૩૧ ના રોજ ઝેરી દવા પી લીધી હતી. આથી તેને પ્રથમ જેતપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text