મોરબીના બાદનપર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો બચાવ

- text


મોરબી : મોરબીના બાદનપર ગામે એક ઘાયલ મોર ગામ લોકોની નજરે આવતા આ મોરની યોગ્ય સારવાર કરી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

મોરબીના બાદનપર ગામેથી મળતી માહિતી મુજબ એક મોરને કાંટાળી જાળીમાં ઘાયલ અવસ્થા પડેલો જોઈને ગામના લોકોએ પ્રથમ જીવદયા પ્રેમી નિલેશભાઈ કંજારીયાને જાણ કરી હતી. ત્યારબાદ નિલેશભાઈએ અને ગામના લોકોએ ત્વરિત પગલાં લઈ તુરંત આ ઘાયલ મોરની સારવાર અર્થે મોરબી વન વિભાગીય ટિમને બોલાવી હતી. અને વન વિભાગીય ટિમે ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ મોરની યોગ્ય સારવાર કરતા આ મોરનો આબાદ બચાવ થયો હતો અને ગામના લોકોએ મોરબી વન વિભાગીય ટિમની કામગીરીથી સંતુષ્ટ થઈ તેમને બિરદાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text