સાવધાન!! ડી-માર્ટ ડિસ્કાઉન્ટ ઓફરની લીંક ન ખોલતા

- text


મોરબી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા લોકોને અનુરોધ

મોરબી : આજના સમયમાં સાયબર ફ્રોડના બનાવ રોજિંદા બન્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ડી-માર્ટ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી ડિસ્કાઉન્ટ કૂપનનો દાવો કરતી લિંક વાયરલ થઈ રહી છે. જોકે આ લિંક વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે.જેથી આ મામલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકોને આવી લિંક ન ખોલવા અને કોઈપણ જાતની ડિટેઇલ ન આપવા અનુરોધ કરી જાહેર જનતાને ચેતવવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લિંક બાબતે જણાવાયું છે કે, આ પ્રકારની લિંક ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે જેથી તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ લીંક દ્વારા લોકોના નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો ભેગી કરવાનું કાવતરૂ જોવા મળી રહ્યું છે. સાયબર ગઠીયાઓ દ્વારા આ પ્રકારની લીક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. જેથી લાલચમાં આવીને લોકો લીંકમાં પોતાની વિગતો ભરે અને તેના દ્વારા ગઠીયાઓને લાભ મળે.

- text

આ અગાઉ પણ આવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. જેમાં સાચબર ગઠીયાઓ દ્વારા આવી લિંક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હોય છે. ઉપરાંત કેટલાંક સાયબર ગઠીયાઓ આબેહૂબ સરકારી વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપીંડી કરતા હોય છે. જેથી જ્યાં સુધી કોઈ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ આવી લીંકનો ઉપયોગ કરવો ના જોઈએ. આવા ઓનલાઈન ઠગોથી સાવધાન રહેવા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

વધુમાં ઓનલાઇન ઠગાઇથી બચવા પોલીસ વિભાગ દ્વારા લોકોને કેટલાક મહત્વપૂર્ણ સૂચન કર્યા છે જેમાં આવી કોઈ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહી કે તેને ફોરવર્ડ કરવી નહી, જો લિંક પર ક્લિક કરેલ હોય તો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરવો, સોશિયલ મીડિયામાં ઓટો ડાઉનલોડ ઓફ રાખવું, લાલચ આપતી તમામ ઓફરોથી દૂર રહેવું અને જરૂર ના હોય તો મોબાઈલ ફોનમાં ડેટા કનેક્શન પણ ઓફ રાખી ઝીરો ક્લિક એટેકથી બચવા અનુરોધ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text