માળીયાના ખેડૂતોને નર્મદા કેનાલ મારફતે તાત્કાલિક પાણી આપવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલની માંગ

- text


વરસાદ ખેંચાતા ઉભી મોલાત માટે સિંચાઇની તાતી જરૂરિયાત

રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લામાં હવે વરસાદ ખેંચાતા ઉભો પાક સુકાવવા લાગતા ખેડૂતોની હાલત નાજુક બની ગઈ છે. હાલ વરસાદના એંધાણ નથી તેથી ખેડૂતોને નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ બુલંદ બની છે. જેમાં નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાનાં ૧૮ ગામાંના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નાયબ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે વાવણી લાયક વરસાદ થયા બાદ ખેડૂતોને સારા પાકની આશાએ વાવેતર કર્યું હતું. પણ પછીથી વરસાદ ખેંચાયો છે. આથી માળીયા તાલુકાનાં ૧૮ ગામોના ખેડૂતોના મોલ બચાવવા નર્મદા યોજવાળી માળીયા બ્રાંચ કેનાલમાં પુરતું પાણી છોડવા ઢાંકીથી હળવદ સુધીમાં થતી પાણી ચોરી અટકાવવા, ગેરકાયદેસર ચાલતી મોટરો બંધ કરાવવા અને માળીયા તાલુકાના ખીરઈ ગામ સુધી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્વરીત આયોજન કરવું જરૂરી છે.

- text

વધુમાં માળીયા(મિ.) તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં કપાસ મગફળીના પાક લહેરાય રહ્યા છે તેથી જો સમયસર સિંચાઇ માટે પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઉભો મોલ બચી શકે તેમ છે. આથી ખેડૂતો વતી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ભલામણ કરી સિંચાઇ પાણી મુદ્દે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text