માળીયાના વાધરવા ગામે તળાવમાં રેલ્વે કર્મચારી ડૂબ્યા, શોધખોળ

- text


સ્ટોરેજ તળાવમાં પાણી ભરતી વખતે પગ લપસતા ગરક થયા, રેલ્વે પોલીસ 

108 અને ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી

માળીયા : માળીયા તાલુકાના વાધરવા ગામે સ્ટોરેજ તળાવમાં આજે પાણી ભરવા જતી વખતે અકસ્માતે પગ લપસી જતા રેલવે કર્મચારી પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ, 108 અને ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી પાણીમાં ડૂબેલા કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વાધરવા ગામ પાસે આવેલ રેલવે લાઈનમાં આજે રેલવે કર્મચારી મનોજભાઈ અરજણભાઈ ધમેચા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પાણીની તરસ લાગતા બોટલ લઈને તેઓ માળીયાના વાધરવા ગામે પાણીના સ્ટોરેજ માટે બનાવયેલા તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તળાવના કાંઠે પાણી ભરતી વખતે અકસ્માતે પગ લપસ્તા તેઓ પાણીમાં પડી ગયા હતા અને તરતા ન આવડતું હોવાથી ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

- text

રેલવે કર્મચારી પાણીમાં ડૂબી ગયાનું નજર સામે જ દેખાતા તેમના અન્ય કર્મચારીઓને પણ તરતા ન આવડતું હોય અને પાણી ઉડાઈ મોટી હોવાથી હિંમત કરી ન હતી. અને આ બનાવની જાણ કરાતા સ્થાનિક રેલવે પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગ્રેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તળાવમાં ડૂબેલા આ કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text