માનવ ક્લિનિકના નામે માનવ જિંદગી સાથે ચેડા કરતો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો

- text


રબી એસઓજી ટીમે ઢૂંવા ચોકડી નજીકથી બનાસકાંઠાના ઘોડા ડોક્ટરને ઝડપી લીધો

મોરબી : કોરોના મહામારી બાદ માનવ જિંદગી સાથે ચેડા કરવા અનેક બોગસ તબીબો હાટડા ખોલીને બેસી ગયા છે ત્યારે મોરબી એસઓજી ટીમે ઢૂંવા ચોકડી નજીક માનવ ક્લિનિકના નામે માનવ જિંદગી સાથે ચેડાં કરતા બનાસકાંઠાના મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શકિત ચેમ્બર્સમાં માનવ કલીનીક નામનું દવાખાના ખોલી કિર્તીભાઇ ડુંગરભાઇ ડોડીયા (ઉ.વ.૩૨, રહે.મુળ સવપુરા, તા.કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, હાલ રહે.રફાળેશ્વર, મચ્છોનગર, પાનેલી રોડ, મોરબી) નામનો વ્યક્તિ કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે કાર્યવાહી કરી આ મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લીધો હતો.

- text

એસઓજી ટીમે આરોપીના કબજા ભોગવટાવાળા માનવ કલીનીક નામના દવાખાનામાં કોઇપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરવા માટે રાખવામાં આવેલ જુદી જુદી એલોપેથી દવાઓ કિ.રૂ. ૨૬,૦૮૨ તથા રોકડા રૂપિયા ૧,૭૦૦ તથા સાધનો મળી કુલ રૂપિયા ૨૭,૭૮૨ ના મુદામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર એકટની જુદી-જુદી કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text