માળીયામાં કોંગ્રેસ દ્વારા સંવેદનહીન સરકાર સામે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન

- text


સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરતા કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત

માળીયા : સરકાર દ્વારા પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિવિધ જનલક્ષી કાર્યક્રમોનો આયોજનો થઈ રહ્યા છે. તેની સામે કોંગ્રેસ ભાજપ સરકાર પર અણઆવડત અને નિષફળતાના આરોપ મૂકીને સરકારની ઉજવણીનો વિરોધ કરવા મેદાને પડી છે. દરમિયાન આજે માળીયા ખાતે કોંગ્રેસ દ્વારા સરકારની સામાજિક દિવસની ઉજવણી સામે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

માળીયા મીયાણા શહેરના વાગડિયા દરવાજા પાસે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની ઉજવણી સામે સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ આજે સરકારની સામાજિક દિવસની ઉજવણી સામે સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરીને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ તકે કોંગ્રેસ આગેવાન જંયતીભાઇ પટેલ, કે.ડી. બાવરવા, મહેશભાઈ પારેજીયા, ભાવેશભાઈ સાવરીયા, ધર્મેન્દ્ર વિડજા, અશ્વિન વિડજા, ઇકબાલ જેડા, મહેશ રાજ્યગુરુ, સહિતના હાજર રહ્યા હતા. આથી, માળીયા મીયાણા પોલીસે હલ્લાબોલ કરનાર કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text