દીકરી વ્હાલનો દરિયો : પુત્રીજન્મની ખુશીમાં સલુનમાં આવતા ગ્રાહકોને ફ્રીમાં સેવિંગ- હેરકટિંગ

- text


મોરબી : દીકરી વ્હાલનો દરિયો…. સામાજિક સમરસતાનું પ્રમાણ ધીમેધીમે ઉંચુ આવી રહ્યું છે ત્યારે મોરબીના હેર ડ્રેસર પરિવારમાં પુત્રીનો જન્મ થતા પુત્રીજન્મની ખુશીમાં પોતાના રેગ્યુલર ગ્રાહકો માટે આજે સેવિંગ કે હેરકટિંગના પૈસા લેવામાં આવ્યા ન હતા.

મોરબીમાં રામ ચોક નજીક કે. કે. સ્ટીલ સામે આવેલ ઓકે હેર ડ્રેસર વાળા ગૌતમ રમેશભાઈ સોલંકીના ઘરે લક્ષ્મીજી રૂપે તા. 03ના રોજ પુત્રીનો જન્મ થયો છે. તો આજે તા. 4ને બુધવારના રોજ રેગ્યુલર ગ્રાહકો પાસેથી સેવિંગ કે હેરકટીંગનો ચાર્જ લેવામાં આવ્યો ન હતો અને પુત્રીજન્મને હરખભેર વધાવવામાં આવ્યો હતો.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text