MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદી, ક્રૂડ તેલમાં સાર્વત્રિક ઘટાડો

- text


કોટનમાં 14,125 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.70ની નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,18,729 સોદાઓમાં કુલ રૂ.9,690.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 62 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 100 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 43,701 સોદાઓમાં કુલ રૂ.2,807.74 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,780ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,908 અને નીચામાં રૂ.47,755 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 ઘટી રૂ.47,811ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.60 ઘટી રૂ.38,440 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.4,781ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,094ના ભાવે ખૂલી, રૂ.126 ઘટી રૂ.47,775ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,812 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,177 અને નીચામાં રૂ.67,634 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.86 ઘટી રૂ.67,761 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.82 ઘટી રૂ.67,976 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.95 ઘટી રૂ.67,972 બોલાઈ રહ્યો હતો. 

બિનલોહ ધાતુઓમાં 11,629 સોદાઓમાં રૂ.2,062.43 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.208.15 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.249ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.15 વધી રૂ.754.85 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.10. વધી રૂ.1,494.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.178ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 39,977 સોદાઓમાં કુલ રૂ.2,775.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,494ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,494 અને નીચામાં રૂ.5,407 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.95 ઘટી રૂ.5,422 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.70 વધી રૂ.298.70 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 2,835 સોદાઓમાં રૂ.386.29 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,449ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1453.50 અને નીચામાં રૂ.1443 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.50 વધી રૂ.1,446 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,499 અને નીચામાં રૂ.17,350 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 ઘટી રૂ.17,425ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,125.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1130 અને નીચામાં રૂ.1103 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.32 ઘટી રૂ.1112.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 ઘટી રૂ.949.60 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.70 ઘટી રૂ.27,400 બોલાઈ રહ્યો હતો. 

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,495 સોદાઓમાં રૂ.1,563.27 કરોડનાં 3,263.701 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,206 સોદાઓમાં કુલ રૂ.1,244.47 કરોડનાં 182.885 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.152.25 કરોડનાં 7,315 ટન, જસતના વાયદાઓમાં રૂ.286.28 કરોડનાં 11,505 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.917.86 કરોડનાં 12,162.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.613.63 કરોડનાં 4,1160 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.92.41 કરોડનાં 5,190 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,491 સોદાઓમાં રૂ.866.45 કરોડનાં 15,93,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 29,486 સોદાઓમાં રૂ.1,909.42 કરોડનાં 6,42,67,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.20 કરોડનાં 28 ટન અને કોટનના વાયદાઓમાં 387 સોદાઓમાં રૂ.38.79 કરોડનાં 14125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 166 સોદાઓમાં રૂ.8.10 કરોડનાં 84.96 ટન, રબરના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.17 કરોડનાં 10 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,266 સોદાઓમાં રૂ.339.03 કરોડનાં 30,450 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,216.358 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 504.336 ટન, એલ્યુમિનિયમમાં 17,915 ટન, જસત વાયદામાં 12,455 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,722.500 ટન, નિકલ વાયદામાં 3,610.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,040 ટન, ક્રૂડ તેલમાં 6,07,500 બેરલ અને નેચરલ ગેસમાં 2,05,73,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 143850 ગાંસડી, મેન્થા તેલમાં 410.4 ટન, રબરમાં 87 ટન, સીપીઓમાં 64,560 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,195 સોદાઓમાં રૂ.99.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 637 સોદાઓમાં રૂ.50.67 કરોડનાં 693 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 558 સોદાઓમાં રૂ.49.08 કરોડનાં 613 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,445 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,423 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,633ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,659 અને નીચામાં 14,597ના સ્તરને સ્પર્શી, 62 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 34 પોઈન્ટ ઘટી 14,614ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,961ના સ્તરે ખૂલી, 100 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 80 પોઈન્ટ વધી 16,030ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,392 સોદાઓમાં રૂ.1,558.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.74.99 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.16.90 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,465.97 કરોડનાં કામકાજ થયાં હતાં.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text