મોરબીમાં રાજ્ય સરકારની અણઆવડત ઉજાગર કરશે કોંગ્રેસ

- text


સોમવારે મોરબી સિવિલમાં સરકારની નિષ્ફળતા અંગે કાર્યક્રમ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની સફળતાની ઉજવણી માટે 9 દિવસના કાર્યક્રમો જાહેર કર્યા છે. જેની સામે કોંગ્રેસે સમાંતર કાર્યક્રમો યોજી સરકારની અણઆવડત અને નિષ્ફળતા ઉજાગર કરવા કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. જે અન્વયે સોમવારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સવારે કાર્યક્રમ યોજવા જાહેર કર્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાની સુચના અનુસાર આગામી તા.૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ દરમ્યાન સરકારના ઉજવણી કાર્યક્રમની સામે સમાંતર તેના વિરોધ કરતા કાર્યકમોનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે સવારે 10:30 કલાકે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ ખાસ હાજરી આપવા મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જેન્તીભાઈ જે. પટેલની યાદીમાં જણાવાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text