વાંકાનેર નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ભરાતા ગંદા પાણીથી લોકો ત્રાહિમામ : આંદોલનની તૈયારી

- text


વાંકાનેર : વાંકાનેર શહેરની ભાગોળેથી પસાર થતાં નેશનલ હાઇવે અને રેલ્વે કોન્ટ્રાકટરની લાપરવાહીને કારણે ઠેર ઠેર ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતાં અસહ્ય ગંદકી સાથે રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે.

રેલ્વેના નાલા નીચે તેમજ આસપાસ રોડ પર સામાન્ય વરસાદના પગલે ઢીચણ સમાં પાણી ભરાઈ જાય છે. આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ કોરોનાની ત્રીજી લહેરની આફતના વાદળો છવાયા છે ત્યારે આ ગંદકી રોગચાળાને જાણે સામેથી આવકાર આપવા સમાન બની રહી છે.

હાઇવે ઓથોરિટી દ્વારા ચોટીલા ફાઉન્ડ્રીથી મોરબી અને કચ્છ સુધી નેશનલ હાઇવે ની કામગીરી સાથે હાઇવે પરના વરસાદી પાણીના નિકાલ માટે સર્વિસ રોડ પર ગટર બનાવવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર ગટરની કામગીરી અધુરી છોડવામાં આવી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ગટરનું વર્ષોથી સફાઈ કરવામાં આવેલ નથી પરિણામે કચરો જામી ગયો છે. હાલ ચોમાસાની સિઝનમાં વરસાદનું પાણી ગટરમાં આવે એટલે પાણીનો નિકાલ ન હોવાના કારણે જુનો કચરો, મળ વગેરેને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. રાહદારીઓને તેમજ હાઇવે પરના વેપાર માટે ધંધો કરવા બેસવું તો શક્ય નથી પરંતુ રસ્તે નીકળતા પણ જાણે કોઈ નરકમાંથી પસાર થતા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ બાબતે હાઇવે ઓથોરિટીને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડીના તંત્રવાહકોને શું ફરક પડે ભોગવવાનું તો પ્રજાએ છે. રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરથી જાનહાનિ ટળે તે માટે અનેકોનેક પગલાંઓ ભરવામાં આવ્યા છે. તંત્રને સ્ટેન્ડ ટુ કરાયું છે પરંતુ ત્રીજી લહેર માટે આશીર્વાદ સમાન ગંદકી ફેલાવતી ગટર બાબતે જાણે તંત્ર અજાણ હોય તેમ હાઇવે ઓથોરિટી સામે પગલાં લેવામાં આવતા નથી.

ગંદા પાણીના નિકાલ તેમજ રેલવેના નાળા નીચે ભરતા ઢીચણ સમાં પાણી ના કાયમી નિરાકરણ માટે ચંદ્રપૂર (ભાટિયા સોસાયટી)ના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દસ દિવસનું અલટીમેટમ આપેલ જેને અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા રેલ્વેના અધિકારીઓ તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે મિટિંગ કરી હતી. મિટિંગમાં આ સમસ્યા સત્વરે દૂર કરવામા આવશે તેવી બાહેંધરી પ્રાંત અધિકારીને આપવામાં આવી હતી. જે આજે પણ સમસ્યા દૂર કરવામા આવી નથી અને પ્રાંત અધિકારીની સૂચનાને પણ ઘોળીને પી ગયા છે તો આમાં સામાન્ય જનતાની ફરિયાદ કોણ સાંભળે. આ ઉપરાંત અત્યારે આ જગ્યાએ રેલ્વે ના બીજા ટ્રેકની કામગીરી હાલ ચાલુ હોય તેના કોન્ટ્રાકરો દ્વારા પાણી નીકાલપર માટીના ઢગલા કરી નાખ્યાં હોય ભાણીનો ભરાવો થઈ રહ્યો છે.

આ રસ્તે વાંકાનેરની જનતા તો ગટરના પાણીમાં રોજ પસાર થઈ રહી છે પણ વાંકાનેરના ઇન્ચાર્જ મામલતદાર પણ‌ ભાટીયા સોસાયટીમાં રહેતાં હોય તેઓ પણ આ ગટરના ગંદા પાણી માંથી રોજ પસાર થઈ ઓફિસ પર પહોંચી રહ્યા છે. તેમના દ્વારા પણ કોન્ટ્રાકટરોને અનેક વખત સુચના આપવા છતાં આ બાબતે કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી કોન્ટ્રાકટર મામલતદારની વાત પણ ગંભીરતાથી લેતા નથી.

- text

આવેદનપત્ર આપ્યાને આજે પંદર દિવસથી વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ સ્થિતિ જૈસે સે થે જ છે. આ રસ્તે ચંદપુરની દસ હજારથી વધુ વસ્તી સાથે સાત ગામના લોકો નો આં મુખ્ય રસ્તો છે. જ્યાં નાળામાં તેમજ રસ્તા પર ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટરના ગંદા પાણીના હિસાબે લોકો હાઇવે પર રોંગ સાઈડમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે શહેરના ચાર રસ્તા પર અકસ્માતોની ઘટના બનવાની સંભાવનાં વધી જવા પામી છે. ગટરના કારણે લોકો હાઇવે પર રોંગ સાઈડમાં નીકળે ત્યારે જો જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ?

વાંકાનેરની જનતા હવે આ કાયમી ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ગઈ છે અને ટુંક સમયમાં આંદોલનની તૈયારી આરંભી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text