અનોખી પહેલ : મોરબીમાં ઘરમાં પડેલી વધારાની દવાઓ એકત્ર કરવાનું અભિયાન

- text


મોરબીનું કરુણાનિધિ ટ્રસ્ટ દવાઓ એકત્ર કરી કેમ્પ યોજી નિદાન, સારવાર કરશે

મોરબી : આજના સમયમાં દરેક ઘરમાં કોઈને કોઈ બિન ઉપયોગી દવાનો જથ્થો પડ્યો હોય છે અને સમય જતા આ દવા નકામી થઈ પડે છે ત્યારે મોરબીમાં કરુણા નિધિ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરી આવી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવા આવી છે. ટ્રસ્ટ આવી દવાઓ એકત્ર કરી કેમ્પ યોજી જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નિદાન, સારવાર અને ઈલાજ કરશે.

લોકો બીમાર પડે ત્યારે ઈલાજ માટે દવાઓ લેતા હોય છે અને રોગ મટી જાય ત્યારબાદ બાકી વધેલી દવાઓ ઉપયોગી બનતી નથી. લોકો ઘરમાં સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા રોગો માટે દવાઓ રાખતા હોય છે. તો કેટલીક વખત એવું બને છે કે તેનો ઉપયોગ થતો નથી અને એક્સપાયરી ડેટ આવી જતા જવા દેવી પડે છે.

ત્યારે ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો’ના સૂત્રને સાર્થક કરતા હોય તેમ લોકો પાસે પડેલી એક્સ્ટ્રા દવાઓ કે જેની હવે તેમને જરૂર નથી, આવી દવાઓ અન્ય લોકોને ઉપયોગી બને તેવા ઉદ્દેશથી કરુણા નિધિ ટ્રસ્ટ દ્વારા લોકો પાસેથી એક્સપાયરી ડેટ હજુ ના આવી હોય અને બિનઉપયોગી હોય તેવી દવાઓ લઈને ગરીબ, છેવાડાના વિસ્તારમાં મેડિકલ ચેક અપ કેમ્પ યોજી દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવશે.

- text

કરુણા નિધિ ટ્રસ્ટ દ્વારા નોન યુઝ મેડિસિન બી. એસ. નાકીયા (186, બ્લોક નંબર બી-11, સરકારી વસાહત, તાલુકા સેવા સદન નજીક, લાલબાગ, મોરબી-2, મો. 97149 04669)ને વધુમાં વધુ નોન યુઝ મેડિસિન પહોંચાડવા લોકોને અપીલ કરવામાં આવી છે. તેમજ ડોક્ટરોને પણ સેમ્પલ મેડિસિન ટ્રસ્ટને અને કેમ્પમાં સેવા આપી સહયોગ કરવા અનુરોધ કરાયો છે.

આ કાર્યની સફળતા માટે ટ્રસ્ટના સભ્ય ડૉ. જયંતિભાઈ દુમાદિયા (મો. 90998 58537) સહિતના ડોક્ટરો અને તુષારભાઈ પંચાલ (મો. 99798 77118) સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

આમ, મોંઘવારીના સમયમાં દવાઓનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેવા લોકોને દવાઓ આપી મદદ કરી શકાય તેવા હેતુ સાથે કરુણા નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા કોરોના કાળ, વાવાઝોડા સમયે તથા નિયમિત રૂપે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text