હળવદના શિરોઈ ગામે મામા-ફોઈના બે ભાઈઓએ ઝેરી દવા ગટગટાવતા મોત

- text


હળવદ અને શિરોઈ ગામના બન્ને યુવાનોના મોતથી ઠાકોર સમાજમાં ઘેરો શોક : બનાવ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની ચર્ચા

હળવદ : હળવદ તાલુકાના શિરોઈ ગામે અંતરિયાળ ખીણ વિસ્તારમાં આજે હળવદ અને શિરોઈ ગામના બે મામા-ફોઈના ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા ઠાકોર સમાજમાં ઘેરો શોક છવાયો છે અને હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રાથમિક તારણમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હળવદ પંથકમાં સનસનાટી જગાવનાર મામા-ફોઈના બે ભાઈઓના આપઘાત પ્રકરણ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના શિરોઈ ગામના ખીણ વિસ્તારમાં બે યુવાનોના મૃતદેહો પડ્યા હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતક યુવાનોમાં હળવદ ખારીવાડી વિસ્તારમાં રહેતા હિતેશભાઇ પ્રેમજીભાઈ બાબરીયા (ઉ.28) અને નવા શિરોઈ ગામે રહેતા લાલાભાઇ પોપટભાઈ પાટડીયા (ઉ.28) હોવાનું બહાર આવ્યું છે.

વધુમાં બન્ને યુવાનોએ ઠંડા પીણામાં ઝેરી દવા મિલાવી પી લીધી હોવાનું અને આ મોત પાછળ બે સ્ત્રીઓ અને બે પુરુષોએ અગાઉ મૃતકને માર મારતા આ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ મૃતકના ભાઈએ લગાવ્યો છે. ઘટના અંગે હાલ પોલીસે એડી નોંધી વિશેષ તપાસ શરુ કરી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text