મોરબીમાં શુક્રવારે આઝાદ પાર્કનું લોકાર્પણ

- text


મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર નિર્માણ થયેલ આઝાદ પાર્કનું આગામી તા.23ના રોજ ચંદ્રશેખર આઝાદના જન્મદિવસે લોકાર્પણ કરવામાં આવનાર છે.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબી શહેરમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે. બાળકોમાં ક્રાંતિકારી વિચારો આવે અને દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તેવા ઉદ્દેશથી આ પાર્ક બનાવવામાં આવેલ છે. સાથે આ પાર્કની વિશેષતા એ છે કે તેમાં ચંદ્રશેખર આઝાદના ચિત્રો, સ્વચ્છતાના ચિત્રો, દેશભક્તિના ચિત્રો, વૃક્ષો વાવોના સંદેશ, હિચકાઓ, લપસીયાઓ અને સાથે સાથે પશુઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જગાડતુ જીવદયા કેન્દ્ર પણ છે.

આ પાર્કને ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે આગામી તા. 23ને શુક્રવારે સાંજે 5 કલાકે કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળાની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબીના તમામ દેશભક્ત લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text

- text