RTE પ્રવેશ પ્રક્રિયામાં અમાન્ય થયેલ અરજીઓના અરજદારોને તક

- text


રિજેક્ટેડ અરજીઓમાં જરૂરિયાત મુજબના ડોકયુમેન્ટ અપલોડ કરી એપ્લિકેશન સબમિટ કરી શકાશે

મોરબી : RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ માટે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવામાં આવેલ છે.

RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે તા. ૨૦/૦૬/૨૦૨૧નાં રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં આશરે ૧,૮૧,૧૬૨ જેટલી ઓનલાઈન અરજીઓ વેબપોર્ટલ પર મળેલ હતી. ઓનલાઈન મળેલ અરજીઓની ચકાસણી કરવાની પ્રકિયા જિલ્લા કક્ષાએ તા. ૦૬/૦૭/૨૦૨૧ થી તા. ૧૩/૦૭/૨૦૨૧માં હાથ ધરવામાં આવેલ હતી. આવેલ અરજીઓની ચકાસણી બાદ કુલ ૨૬,૦૦૦ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે.

જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અરજદારો તેમજ વિવિધ સંગઠનો દ્વારા મળેલ રજૂઆતો અન્વયે અમાન્ય થયેલ અરજીઓ માટે અરજદારોને ઓનલાઈન કરેલ અરજીમાં જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એક તક આપવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી. જે ધ્યાને લઈ જે અરજદારોની ઓનલાઈન અરજી રીજેક્ટ થયેલ છે. માત્ર તેવા અરજદારો તા. ૧૭/o૭/ર૦ર૧ થી તા. ૧૯/૦૭/ર૦ર૧ ના સમયગાળા દરમિયાન ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રીજેક્ટ થયેલ અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોકયુમેન્ટ અપલોડ કરવા માંગતા હોઈ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. જે અંગેની જાણ અરજદારોને SMS દ્વારા પણ કરવામાં આવશે.

- text

આ સમયગાળા બાદ રીજેક્ટ થયેલ અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ તા. ૨૦/૦૭/૨૦૨૧ થી તા. ૨૨/૦૭/૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલ અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસાર RTE પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તથા પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. ૨૭/૦૭/૨૦૨૧, મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવશે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text