ધર્મ-સંસ્કૃતિના ઉત્કર્ષને જીવનનું ધ્યેય માનનારા દયાલ મુનિનું જીવન ખરા અર્થમાં પ્રેરણાદાયી : રાજ્યપાલ

- text


દયાલ મુનિ દ્વારા ચારે વેદોના 20397 મંત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરી આઠ પુસ્તકો સહિત અન્ય પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું ભગીરથ કાર્ય : આયુર્વેદ આધારિત 18 પુસ્તકોની કરી રચના

ટંકારા : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈદિક ધર્મ-સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને આયુર્વેદ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન આપવા બદલ ટંકારાના દયાલ પરમાર એટલે કે, દયાલ મુનિનું સન્માન કરી, ગુજરાત રાજભવન તરફથી રૂ. બે લાખની ધનરાશીનો ચેક અર્પણ કર્યો હતો. સંસ્કૃત સાહિત્ય અકાદમીના “સાહિત્ય ગૌરવ સન્માન – 2020” થી દયાલ મુનિને સન્માનીત કરતા રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજ અને ધર્મ-સંસ્કૃતિના ઉત્કર્ષને જ જીવનનું ધ્યેય માનનારા દયાલ મુનિનું જીવન-કવન ખરા અર્થમાં સમાજને પ્રેરણા પૂરી પાડે છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પોતાના માટે નહીં પરંતુ બીજાના કલ્યાણ માટે જીવન જીવે એ વ્યક્તિ જ ખરા અર્થમાં મનુષ્ય છે. દયાલએ પરહિતાર્થે જીવન જીવીને પોતાનું જીવન સાર્થક કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જીવન-દર્શન વેદોમાં સમાયેલું છે. ચારે વેદના 20397 મંત્રોને ગુજરાતીમાં અનુવાદ કરીને દયાલભાઈએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપદેશ ઉપરાંત વેદ, ધર્મ-સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરી આર્ય કર્મયોગી તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. દયાલભાઈ જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદિક યુનિવર્સિટીના પ્રોફેસર અને કાયા ચિકિત્સા વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા બાદ પોતાના જન્મ સ્થાન એવા ટંકારામાં આર્ય સમાજની નિશ્રામાં 25 વર્ષ સુધી આયુર્વેદ ચિકિત્સાલયમાં નિ:શુલ્ક સેવા આપી હજારો દર્દીઓને નિરામય આરોગ્યનું સુખ પહોંચાડ્યુ છે, તેની નોંધ લેતા રાજ્યપાલએ દયાલ મુનિના કાર્યને ઋષિ તુલ્ય ગણાવ્યું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દયાલભાઈ માવજીભાઈ પરમાર દયાલ મુનિની બહુમુખી પ્રતિભાનું સન્માન કરવાના ભાગરૂપે વર્ષ 2020 નો સંસ્કૃત સાહિત્યનો “સાહિત્ય ગૌરવ સન્માન” પુરસ્કાર અર્પણ કરવા એક અભિવાદન કાર્યક્રમ રાજ્યપાલની આભાસી ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા દયાલ મુનિનું સન્માન કરતા અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડયાએ સંસ્કૃત ભાષાના ઉપાસક તરીકે તેમજ આયુર્વેદાચાર્ય તરીકેની, સંશોધક-લેખક અને સમાજ સુધારક તરીકેની દયાલ મુનિની કર્મયાત્રાને વર્ણવી તેઓને ખરા અર્થમાં સન્માનનાં અધિકારી ગણાવ્યા હતા. દયાલ મુનિને રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ ગૌરવ પુરસ્કાર અર્પણ કર્યો હતો. સાહિત્ય અકાદમી તરફથી અપાતા પ્રતિષ્ઠિત એવા આ ગૌરવ પુરસ્કાર અંતર્ગત રૂ. એક લાખની ધનરાશી, સ્મૃતિ ચિહ્ન, સન્માન પત્ર તેમજ શાલ અર્પણ કરવામાં આવે છે.

- text

રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા અપાતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત દયાલ મુનિએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, તેમનું જન્મ સ્થાન ટંકારા તેમના માટે હમેશાં પ્રેરણાસ્ત્રોત રહ્યું છે કારણ કે, અહીંથી જ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપદેશને આત્મસાત કરીને તેમણે આર્ય સમાજના કાર્યને આગળ વધારવા યથાશક્તિ પ્રયાસ કર્યો છે. આ પ્રસંગે તેમણે જીવનનાં કેટલાંક સંસ્મરણોને પણ તાજા કર્યા હતા. ચારે વેદોના મંત્રોને ગુજરાતી ભાષામાં ગ્રંથસ્થ કરવાના પોતાના કાર્યનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના મહામાત્ર ડૉ. હિંમત ભાલોડિયાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને આભાર દર્શન કર્યું હતું.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text