મોરબી નેશનલ હાઇવે ઉપર હેવી વાહનોએ માટીના ઢગલા ખડકી દેતા ટ્રાફિકજામ

- text


વારંવાર હેવી વાહનો માટીના ઢગલા ખડકી દેતા હોવા છતાં સંબધિત તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આજે હેવી વાહનોએ માટીના ઢગલા કરી દેતા ટ્રાફિકની અંધાધૂંધી સર્જાઈ હતી. હાઇવે ઉપર માટી ઢગલાને કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. જો કે વારંવાર હેવી વાહનો માટીના ઢગલા ખડકી દેતા હોવા છતાં સંબધિત તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ પાસે લખધીરપુરના નાકા સામે બે ટ્રકના ચાલકો તેમના ટ્રકમાંથી માટીના ત્યાંજ ઢગલા કરીને પલાયન થઈ ગયા છે. આ હેવી વાહનોમાં પંચર પડ્યું હોય કે અન્ય કોઈ કારણોસર બન્ને ટ્રકમાંથી માટીના ઢગલા હાઇવે ઉપર જ ખડકી દેવામાં આવ્યા હતા. જેને કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને હાઇવેમાં બન્ને તરફ ચારથી પાંચ કિમિ સુધી વાહનોની કતારો લાગી હતી. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણીવખત હેવી વાહનો રોડ ઉપર માટીના ઢગલા ખડકીને છુંમંતર થઈ જાય છે. અને રાત્રીના સમયે રોડની વચ્ચે પડેલા માટીના ઢગલાને કારણે અકસ્માત સર્જાઈ છે. તેમજ ઓવરલોડ વાહનો પણ બેફામ દોડતા રહે છે. આથી સંબધિત તંત્ર માત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જ નિહાલતું હોય તેમ આવા બેફિકર હેવી વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિક પોલીસ પણ ટ્રાફિક કિલિયર કરવાના બદલે અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી આ સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે. તેથી આ મામલે સંબધિત તંત્ર કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text