જુના રફાળેશ્વર રોડ ઉપર ભૂગર્ભની ખુલ્લી કુંડી મોતના કુવા સમાન

- text


ખુલ્લી ગટરમાં કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્રની ઊંઘ ઉડશે ખરી?

મોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટરનો વર્ષોથી ગંભીર પ્રશ્ન છે. તેમાંય ખુલ્લી ભૂગર્ભ ગટરો અકસ્માતનું ખુલ્લેઆમ નિમંત્રણ આપતી હોવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી ત્યારે વધુ એક વિસ્તારમાં ઢાંકણા વગરની ખુલ્લી ભૂગર્ભ ગટર જોખમી બની હોવાનું સામે આવ્યું છે. આથી, ખુલ્લી ગટરમાં કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્રની ઊંઘ ઉડશે ખરી? તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

- text

મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર માળીયા વનાળિયા વિસ્તારમાં પાસે આવેલી ભૂગર્ભ ગટરની કુંડીમાં ઘણા સમયથી ઢાંકણું જ નથી. આથી, આ ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી જોખમી બની છે. આ ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી મોતના કુવા સમાન હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે, કારણ કે ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીની ફરતે કોઈ સલામતીની આડશ નથી. ઉપરથી અહીં રાત્રે લાઈટ ન હોવાથી અંધકારને કારણે પુરપાટ ઝડપે આવતા વાહનો તેમાં ખાબકે તેવી ભીતિ સેવાઇ રહી છે. જો કે, ઘણા વાહન ચાલકો આ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ફસાઈ જતા હોવાથી આ ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text