મોરબીમાં કાલે બુધવારે શ્રમિકો માટે ઈ-નિર્માણ અને U-WIN કાર્ડ માટે કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે બુધવારે મજૂરો માટે ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં શનાળા રોડ પર ગોકળ દાસ પ્રાગ. જિનની પાછળ મોટેશ્વર મહાદેવ મંદિર નજીક મોર ભગતની વાડી ખાતે કામદારો માટે ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ કાઢી આપવા માટે કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ આવતીકાલે તારીખ 16ના રોજ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. વધુ વિગત માટે પ્રવિણ ચાવડા (84600 76643) અથવા જગદીશ ડાભી (72030 44901)નો સંપર્ક કરી શકાશે.

WORKERS – UWIN અસંગઠિત કામદાર માટેના વિવિધ લાભો

➜ માં અમૃતમ યોજના – પી.એમ.જે.એ.વાય.

➜ અકસ્માત જૂથ વીમા યોજના

➜ શ્રમિક અન્નપૂર્ણા યોજના

➜ સરકારની વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી લાગુ પડતી યોજના હેઠળ મળવાપાત્ર લાભ

EVIDENCE FOR REGISTRATION U-WIN CARD – UWIN કાર્ડ નોંધણી માટેના પુરાવા.

➜ આધારકાર્ડ

- text

➜ આવકનું પ્રમાણપત્ર (1,20,000 થી ઓછી આવક ધરાવનાર માટે)

➜ કુટુંબનું અગ્રતા ધરાવતું કાર્ડ (BPL, અંત્યોદય કાર્ડ)

➜ મોબાઈલ નંબર

➜ બેન્કની વિગત

ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડનું રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો?

➜ આપના વિસ્તાર માં આવેલા “CSC કોમન સર્વિસ સેન્ટર”ની મુલાકાત કરો જ્યાં આપને વિનામૂલ્યે ઈ-નિર્માણ કાર્ડ ને UWIN કાર્ડનું રજીસ્ટ્રેશન અને કલર કાર્ડ પ્રિન્ટ કરી આપવામાં આવશે.

- text