મોટરસાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામમાં પોલીસ દ્વારા 100 લીટર દેશીદારૂ સાથે સુરેન્દ્રનગરના બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 11ના રોજ ભેરડા ગામના બોર્ડ પાસેથી કીશનભાઇ દેવાભાઇ મકવાણા અને સંજયભાઇ ભીખાભાઇ મોરીને મોટર સાયકલ નં-GJ-03-DP-7663માં 100 લીટર કેફી પ્રવાહી (કી.રૂ. 2000)ને વેચાણ કરવાના ઇરાદા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે આરોપીઓ સુરેન્દ્રનગરના કીશનભાઇ, સંજયભાઇ અને વાંકાનેરના હરદેવભાઇ ચોથાભાઇ, કેસાભાઇ સામજીભાઇ બાવળીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

- text

- text