મોરબીમાં મહિલા કોન્સ્ટેબલનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


એ ડિવિઝન પોલીસ લાઈનના ક્વાટર્સમાં છતના હુકમાં ગળેફાંસો ખાઈ લીધો 

15 દિવસ પહેલા જ નિમણુંક થઇ હોવાનું બહાર આવ્યું

મોરબી : મોરબી પોલીસ હેડ ક્વાટર્સમાં હજુ 15 દિવસ પહેલા જ નિમણુંક પામેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આજે સીટી એ ડિવિઝન પોલીસ લાઈનના ક્વાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પોલીસ હેડ ક્વાટર્સમાં 15 દિવસ પહેલા જ નિમણુંક પામેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની નીતાબેન નટવરલાલ પરમાર (ઉ.વ.22) નામના મહિલા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર પોલીસ લાઈનના ક્વાટર્સમાં હુંકમાં ગળેફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી પઠાણ, એ ડિવિઝન પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

- text

ઉલ્લેખનીય છે કે મૃતક નીતાબેન પરમાર ટ્રેનિંગ પૂર્ણ કરી 15 દિવસ પહેલા જ નોકરીમાં જોડાયા હતા અને તેઓને પોલીસ હેડક્વાટર્સ ખાતે ફરજ સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ સાથી મહિલા કોન્સ્ટેબલ સાથે એક જ ક્વાટર્સમાં રહેતા હતા. પરંતુ તેમના સાથી કર્મચારી ફરજ ઉપર ગયા બાદ તેઓએ પાછળથી આપઘાત કરી લીધો હોવાનું હાલ સામે આવ્યું છે.

- text