કફર્યુમાં લટાર મારવા નીકળેલા એક રીક્ષાચાલક સહિત છ ઝડપાયા

- text


મોરબી જિલ્લામાં RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા આઠ સામે કાર્યવાહી

મોરબી : મોરબીમાં આરટીસીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા સામે પોલીસની કાર્યવાહી મામલે ભારે વિરોધ વચ્ચે પણ આ કાર્યવાહી લગાતાર રહી છે. જેમાં મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધંધો કરતા આઠ ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી. તેમજ કફર્યુમાં લટાર મારવા નીકળેલા એક રીક્ષાચાલક સહિત 6ને ઝડપી લીધા હતા.

મોરબી જિલ્લામાં ગુરુવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના અલગ અલગ જાહેરનામાં ભંગ બદલ 26 જેટલા લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં રાત્રી કફર્યુ ભંગ બદલ એક રીક્ષાચાલક સહિત છ લોકો, સાંજે 6 વાગ્યા પછી ચાની લારી ખુલ્લી રાખનાર તેના માલિક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા 7 રીક્ષાચાલકો, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા ઇલેક્ટ્રિક દુકાનના માલિક, માળીયામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો ફરસાણના દુકાનદાર, અનાજ કરીયાણા, પાનની દુકાનના માલિક, હળવદ અને ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા નીકળેલા 3 રીક્ષાચાલકો, એક ઇકો કારચાલક તેમજ ફળની લારીના ધારક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

- text