પ્રેમ સબંધ મામલે યુવાનના પરિવાર ઉપર હુમલો, કારમાં તોડફોડ

- text


યુવતીના પરિવારના ચાર સભ્યો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી :મોરબીના મકનસર ગામે પ્રેમ સબંધ મામલે યુવક અને યુવતીના પરિવાર વચ્ચે ડખ્ખો થયો હતો. જેના યુવતીના પરિવારે યુવાનના પરિવારની કારને આંતરીને હુમલો કર્યો હતો. એટલું જ નહીં કારમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતીના પરિવારના ચાર સભ્યો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ રેલ્વે ફાટકની બાજુમા રહેતા હિતેશભાઇ દિનેશભાઇ મકવાણા (ઉ.વ. ૨૩) એ આરોપીઓ પ્રવિણભાઇ જમનદાસ પરમાર, જમનદાસ પરમાર, જમનદાસ પરમારની દિકરી હકીબેન પરમાર, ભાનુબેન પ્રવિણભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના નાનાભાઇ પંકજભાઇને આરોપીની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય. જેનાથી તેઓ રાજી ન હોય. જેથી, તે બાબતનો ખાર રાખી ગઈકાલે તા. ૬ ના સવારના સાડા આઠેક વાગ્યે ફરીયાદી તથા સાહેદ તેના દાદા-દાદી તથા બા એમ બધા તેમની સેન્ટ્રો કાર નં. જીજે ૩૬ એલ ૦૬૭૯ લઈને મકનસર ગામે આવેલ ક્રિષ્ના પ્રોવિઝન દુકાન પાસેથી જતા હતા. ત્યારે આરોપીઓએ ગાડીના કાચ તોડી નુકશાન કરી ફરીયાદીને ગાળો આપી લોખંડનો પાઇપ જમણા હાથમા મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા ફરી વખત તે રસ્તે નીકળશે તો જીવતા સળગાવી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપીઓ સામે IPC કલમ- ૩૨૫, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ પો.સબ.ઇન્સ.ડી.વી.ડાંગર ચલાવી રહ્યા છે.

- text