વિક્લી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ, ક્રૂડ તેલમાં વૃદ્ધિ

- text


કોટનમાં 2,04,275 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.620નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

બુલડેક્સ ફ્યુચર્સમાં 449 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 562 પોઈન્ટની મૂવમેન્ટ

સીપીઓ, રબર, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 મે થી 3 જૂનના સપ્તાહ દરમિયાન 23,61,307 સોદાઓમાં કુલ રૂ.1,72,072.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.409 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.909 ગબડ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને તેજ બંધ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 2,04,275 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.620નો સાપ્તાહિક ધોરણે ઉછાળો રહ્યો હતો. કપાસમાં પણ તેજી હતી, જ્યારે સીપીઓ, રબર અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 449 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 562 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

વિશ્વબજારની વાત કરીએ તો વિશ્વબજારમાં સોનાનો ભાવ જે તાજેતરમાં વધીને પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો, તે સપ્તાહના અંતે ફરી ઘટી આ લખાય છે ત્યારે 1 ઔંશદીઠ 1872 ડોલર બોલાઈ રહ્યો હતો. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ 1 ઔંશદીઠ 27.48 ડોલરના સ્તરે પહોંચ્યા હતા. આ લખાય છે ત્યારે ડોલરનો ઈન્ડેક્સ 90.53ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ બોન્ડ યિલ્ડ 1.62ના સ્તરે પહોંચ્યું હતું.

અમેરિકામાં પ્રારંભિક જોબલેસ ક્લેમ આગલા 4.05 લાખની સામે 3.85 લાખના સ્તરે રહ્યા હતા. કરન્સી બજારમાં અમેરિકન ડોલર રૂ.73.03, પાઉન્ડ રૂ.103.18 અને યુરો 88.48ના સ્તરે બોલાઈ રહ્યા હતા. ઘરેલૂ હાજર બજારમાં આમદાવાદ ખાતે સપ્તાહના અંતે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.72,200 અને સોનાનો ભાવ 99.50ના રૂ.50,400 અને 99.90ના રૂ.50,600 બોલાઈ રહ્યા હતા.

સ્થાનિક વાયદા બજારમાં એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 12,98,641 સોદાઓમાં કુલ રૂ.75,109.98 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,432ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,670 અને નીચામાં રૂ.48,250 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.409 અથવા 0.84 ટકા વધી રૂ.48,990ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.264 અથવા 0.67 ટકા ઘટી રૂ.38,900 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 અથવા 0.93 ટકા ઘટી રૂ.4,802ના સ્તરે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.71,460ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,582 અને નીચામાં રૂ.69,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.909 અથવા 1.27 ટકા ઘટી રૂ.70,810ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 6,68,391 સોદાઓમાં કુલ રૂ.41,448.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.4,868ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,079 અને નીચામાં રૂ.4,840ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.160 અથવા 3.3 ટકા વધી રૂ.5,011 બોલાયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં 20,549 સોદાઓમાં રૂ.2,906.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1270ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1309.50 અને નીચામાં રૂ.1261.50ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.38.50 અથવા 3.04 ટકા વધી રૂ.1304ના સ્તરે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,020ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.23,940 અને નીચામાં રૂ.23,020ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.620 અથવા 2.69 ટકા વધી રૂ.23,690ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1155ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1170 અને નીચામાં રૂ.1108.10ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.19.30 અથવા 1.68 ટકા ઘટી રૂ.1127.70ના સ્તરે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.398 અથવા 2.27 ટકા ઘટી રૂ.17,106 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.12.20 અથવા 1.32 ટકા ઘટી રૂ.914.90ના સ્તરે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,45,048 સોદાઓમાં રૂ.31,523.98 કરોડનાં 64,181.798 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 10,53,593 સોદાઓમાં કુલ રૂ.43,586 કરોડનાં 6,061.757 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,32,902 સોદાઓમાં રૂ.19,277.56 કરોડનાં 3,90,06,800 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,35,489 સોદાઓમાં રૂ.22,170.55 કરોડનાં 99,53,32,500 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 45 સોદાઓમાં રૂ.1.19 કરોડનાં 184 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 5,291 સોદાઓમાં રૂ.480.48 કરોડનાં 2,04,275 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 14,626 સોદાઓમાં રૂ.2,403.29 કરોડનાં 2,12,560 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,896.362 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 584.326 ટન, ક્રૂડ તેલ 10,09,100 બેરલ્સ અને નેચરલ ગેસ 2,03,30,000 એમએમબીટીયૂ તેમ જ કપાસ 32 ટન, મેન્થા તેલ 52.92 ટન, રબર 225 ટન, રૂ (કોટન) 1,91,825 ગાંસડી, સીપીઓ 75,020 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 24,728 સોદાઓમાં રૂ.2,044.95 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 13,780 સોદાઓમાં રૂ.1,166.97 કરોડનાં 15,287 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 10,948 સોદાઓમાં રૂ.877.98 કરોડનાં 11,534 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,199 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 900 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,202ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,450 અને નીચામાં 15,001ના સ્તરને સ્પર્શી, 449 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 178 પોઈન્ટ અથવા 1.17 ટકા ઘટી 15,066ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,275ના સ્તરે ખૂલી, 562 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 365 પોઈન્ટ અથવા 2.39 ટકા ઘટી 14,910ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,10,735 સોદાઓમાં રૂ.8,736.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,274.94 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.854.58 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,602.52 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text