મોરબીમાં સાપ દેખાય તો કર્તવ્ય જીવદયા કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ

- text


મોરબી : હવે મોરબીમાં ક્યાંય પણ સર્પ આવી ગયો હોય તો તેને મારશો નહિં, પણ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ સંચાલિત કર્તવ્ય સ્નેકમાં જાણ કરી તેનો જીવ બચાવવા કેન્દ્ર દ્વારા અનુરોધ કરાયો છે.

દરેક જીવને જીવવાનો અધિકાર છે. એ જ રીતે સર્પને પણ તેના કુદરતી વિસ્તારમાં રહેવાનો અધિકાર છે પરંતુ કોઈ કારણોસર જો મોરબીમાં તથા આસપાસના કોઈપણ વિસ્તારમાં સર્પ આવી ગયો હોય તો તેને મારવાની જરૂર નથી. ફક્ત કર્તવ્ય સ્નેક હેલ્પલાઇનમાં જાણ કરવાથી કેન્દ્રના પ્રોફેશનલ સ્નેક હેન્ડલર ત્યાં આવી તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી આપશે અને તેને વિડી વિસ્તારમાં છોડી આપશે.

- text

ઉલ્લેખનીય છે કે આ સેવામાં એકપણ રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે નહીં. જો કોઈને સેવા પેટે આર્થિક સહયોગ સંસ્થામાં ડોનેશન પેટે આપી શકે છે. સર્પ દેખાય તો કેબદ્રના હેલ્પલાઇન નં. 75748 85747 અથવા 75748 68886નો સંપર્ક કરવાનો રહેશે.

 

- text