કન્ટેનરચાલકે બોલેરોને હડફેટે લેતા મોરબીના યુવાનનું મોત

- text


માળીયા નજીકની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત : બોલેરોચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

માળીયા (મી.) : માળીયા-કચ્છ નેશનલ હાઇવે પર હીરવા વે બ્રીજ પાસે રોડ ઉપર કન્ટેનરચાલકે બોલેરોને હડફેટે લેતા મોરબીના યુવકનું વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે બોલેરો કારના ચાલકે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શક્ત શનાળામાં રહેતા દીનેશભાઇ સવજીભાઇ ખટાણા (ઉ.વ. ૩૭) એ ટ્રેલર કન્ટેનર નંબર GJ-12-BY-0104 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧ ના રોજ બપોરના આશરે બે વાગ્યે માળીયા કચ્છ નેશનલ હાઇવે પર હીરવા વે બ્રીજ પાસે રોડ ઉપર આરોપીએ પોતાના ટ્રેલર કન્ટેનર નં.GJ-12-BY-0104 ને પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ફરીયાદીની બોલેરો પીકઅપ નં.GJ-03-Z-6046 ના પાછળની બાજુ ભટકાડી અકસ્માત કરતા બોલેરોને પલ્ટી ખાઈ જવાથી ગાડીમાં બેઠેલા નિલેશભાઇ મુકેશભાઇ પુજારા (ઉ.વ.૩૯ રહે-મોરબી)ને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે લક્ષમણભાઇ તથા ભાવેશભાઇને ઇજા થઈ હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text