ટંકારાને હરિયાળું બનાવવા અભિયાન શરૂ

- text


સોસાયટી અને કોમ્પલેક્ષના ખાતે યજ્ઞ કરી વૃક્ષારોપણ : આર્ય વિદ્યાલયમ્ અને સીટી આર્ટ આઠ અઠવાડિયા સુધી અભિયાન ચલાવશે

ટંકારા : કોરોના મહામારીમાં કુદરતી ઓક્સિજનની કિંમત દરેક માણસને સમજાઈ છે ત્યારે ટંકારામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમગ્ર તાલુકાને હરિયાળો બનાવવા આગામી બે માસ સુધી નિરંતર વૃક્ષારોપણ કરવાના સંકલ્પ સાથે આજે વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે આ શુભ અભિયાનની શરૂઆત થઈ છે.

આકાશમાંથી અગન ઓકતા તાપ વચ્ચે વૃક્ષનો છાયડો માનવી અને અબોલ જીવ પશુ-પક્ષીને હાશકારો આપે છે ત્યારે વર્તમાન સ્થિતિ કોરોના કપરા કાળમાં માનવજીદંગી બચાવવા પ્રાણવાયુ માટે જે પળોજણ થઈ એ ભવિષ્યમાં દોહરાઈ નહી અને સમગ્ર તાલુકો લીલોછમ તાલુકો બનેના સુત્ર સાથે ટંકારા આર્ય વિદ્યાલયમ્ શાળા અને સીટી આર્ટના સંયુક્ત ઉપક્રમે આજથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ‘યજ્ઞ કરી ચાલો કોઈનો શ્વાસ બનીએ, પ્રણય કેરો વિશ્વાસ બનીએ’ના નારા સાથે આગામી બે મહિના માટે સતત જીવસૃષ્ટિના તમામ જીવો માટે પ્રાણવાયુની પ્રુતતા કરતા વુક્ષોનુ વાવેતર શરૂ કર્યું છે.

આ અભિયાનમાં વૃક્ષ વાવેતર કરી ફોટોગ્રાફી પુરતી વાત નહી પરંતુ છોડને સમયસર પાણી અને રક્ષણ માટે પીંજરા ઉભા કરી હાલ 501 વુક્ષોનુ વાવેતરને વેગવંત કરવા શાળાના પ્રમુખ માવજીભાઈ, મંત્રી મેહુલ કોરીંગા, સીટી ગ્રુપવાળા જીતુ ગોધાણી, આર્ય સમાજ ટંકારાના દેવજી પડસુબિયા, વુક્ષપ્રેમી વડાવીયા, રાજેશભાઈ. વિશાલભાઈ, પિન્ટુભાઈ સહિતના પર્યાવરણપ્રેમી અને તેમની ટીમ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ કોમ્પ્લેક્સ અને સોસાયટીમાં વૃક્ષારોપણ કરી ટંકારા તાલુકાને હરિયાળો બનાવવા કામે લાગ્યા છે.

- text

- text