લાખેણા કરિયાવર સાથે 44 યુગલોના ઘર આંગણે લગ્ન કરાવી આપતું ટંકારા સરદાર પટેલ સોશિયલ ગ્રુપ

- text


કોરોના મહામારી વચ્ચે સમુહલગ્નને બદલે નવતર પ્રયોગ

ટંકારા : ટંકારાના સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે તેમજ સમય અને માનવશકિતના બચાવને ધ્યાને લઇ સમુહલગ્નનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ તેમજ આશિંક લોકડાઉન હોવાને કારણે સમુહલગ્ન થઇ શકે તેમ ના હોય. ત્યારે ગ્રુપ દ્વારા લગ્નઇચ્છુક 44 કન્યાઓના તેના ઘર આંગણે કોરોનાની ગાઇડલાઇન મુજબ લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા.

ટંકારાના સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા 44 યુગલોના લગ્નની ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી કરાવી બંને પક્ષના 25-25 લોકોની મર્યાદામાં લગ્ન કરાવી આપ્યા હતા. તેમજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી 59 વસ્તુઓનો લાખેણો કરિયાવર કન્યાઓને ભેટમાં આપવામાં આવ્યો હતો. સંસ્થાના મંત્રી સંજયભાઈ ડાકાએ પણ પોતાના ભત્રીજાએ પણ આ જ દિવસે પ્રભતામાં પગલાં માંડ્યા હતા. તેમજ તેઓએ સોશ્યલ ગ્રુપ દ્વારા આપવામાં આવતો કરિયાવર પણ ન લઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડ્યો હતો.

- text

લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ કોરોનાની પરિસ્થિતિને સમજીને વિધિ-વિધાન પ્રમાણે અને માર્યાદિત લોકોની હાજરીમાં દિકરીઓને સાસરે વળાવી હતી. કરિયાવર સમિતિ-હરીપર દ્વારા આંશિક લોકડાઉનના સમયમાં પણ કરિયાવરની ખરીદી કરી અને કરિયાવર કન્યાઓના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરેલ હતી. કોરોનાની મહામારી વચ્ચે પણ કન્યાઓના આંગણે લગ્ન કરાવી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપે સામાજિક દાયિત્વ નિભાવ્યું હતું.

- text