સ્કોલરશીપ પરીક્ષામાં જીલ્લા પંચાયત સદસ્યનો પુત્ર ટંકારા તાલુકામાં ત્રીજા સ્થાને

- text


ટંકારા : NMMSની પરીક્ષામાં જીલ્લા પંચાયત સદસ્યના પુત્રએ 180માંથી 139 માર્ક મેળવી ટંકારા તાલુકામાં ત્રીજું સ્થાન કરી વિરપર ગામ અને ચાવડા પરીવારનું ગૌરવ વધાર્યું છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 8ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 14/03/2021ના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું પરિણામ ગત તા. 13/05/2021ના બપોરે સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. જેમાં ટંકારા તાલુકામાં ત્રીજા ક્રમે ઓટાળા જીલ્લા પંચાયતના મહિલા સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાના પુત્ર નયને સ્થાન મેળવી વિરપર પ્રાથમિક શાળા, વિરપર ગામ અને ચાવડા કુટુંબનું ગૌરવ વધાર્યું છે. આ તકે નયનને પરિવારજનો તથા મિત્રો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

- text