ટંકારાના બાલાશ્રમને સવા લાખ રૂપિયા અર્પણ કરતા કર્મકાંડી ભુદેવ

- text


કર્મકાંડીએ કોરોના કાળમાં વિધિના એકત્ર થયેલા રૂ. 1.25 લાખ ઉદાર હાથે સેવા કાર્ય માટે ફાળવ્યા

ટંકારા : મોરબીના નવી પીપળી ગામના કર્મકાંડી ભુદેવએ હાલના કોરોનાના કપરા કાળમાં દાનના મહિમાને ઉજગર કર્યો છે. આ કર્મકાંડીએ દ્રઢ નિશ્ચય કર્યો હતો કે તેઓ કોરોના કાળમાં જે કર્મકાંડ વિધિમાં જેટલી આવક આવશે તે દાનમાં આપી દેશે અને સંકલ્પને તેઓએ ખરા અર્થમાં નિભાવીને કોરોના કાળમાં કર્મકાંડની વિધિમાં એકત્ર થયેલા રૂ. 1.25 લાખનું દાન ટંકારાના બાલાશ્રમને અર્પણ કરી દીધું છે.

મોરબીના નવી પીપળી ગામે રહેતા ભાગવતાચાર્ય મહેશભાઈ શાંતિલાલ ઠાકર વર્ષોથી કર્મકાંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન કોરોના કાળમાં સામાન્ય અને મધ્યમવર્ગીઓ ઘરના બે છેડા ભેગા કરવામાં ભાટે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે ત્યારે અનાથ બાળકોને ઉછેરીને જતન કરતી સંસ્થાઓમાં દાનની પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ હોય સંસ્થાઓ પણ આર્થિક ભીંસ અનુભવી રહી છે. તેથી, કર્મકાંડી મહેશભાઈ શાંતિલાલ ઠાકરે કોરોના કાળમાં ઉતરક્રિયા, શ્રાદ્ધવિધિ સહિતની કર્મકાંડ વિધિ કરશે અને તેમાં થયેલી તમામ આવક સતકાર્ય માટે ફાળવી આપી છે.

વધુમાં, કોરોના કાળ દરમિયાન તેઓને કર્મકાંડ વિધિમાં રૂ. 1.25 લાખની આવક થઈ હતી. આથી, તેઓએ કરેલા સંકલ્પ મુજબ રૂ. 1.25 લાખને ટંકારાના લતીપર રોડ ઉપર બંગાવડીના પાટિયા પાસે આવેલ અમૃતલાલ મોહનલાલ દોશી ટ્રસ્ટ સંચાલિત નિરાધાર બાળકોના આશ્રમને દાનમાં અર્પણ કરી દીધા હતા. આ રકમ નિરાધાર બાળકો, નવજાત શિશુ અને ગૌશાળાના જતન માટે ઉપયોગમાં લેવાશે. જો કે હાલ કપરી પરિસ્થિતિમાં લોકોના બેહાલ થઈ ગયા છે ત્યારે આ સામાન્ય કર્મકાંડીએ પોતાની આવક સત્કાર્યો માટે આપી દેતા આ બાબત સૌના માટે પ્રેરણાદાયી બની છે.

- text

- text