હળવદના રાયસંગપરમાં પાન-માવાની દુકાનમાં ચાલતાં જુગારધામ ઉપર દરોડો : સાત ઝડપાયા

- text


હળવદ પોલીસની સતત બીજા દિવસે જુગારીઓ પર કાર્યવાહી યથાવત : રૂપિયા ૩૦૧૫૦ની રોકડ જપ્ત

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે પાન-માવાની દુકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલ સાતેય જુગારીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંપર ગામે આવેલ શિવ શક્તિ પાન સેન્ટર નામની દુકાનમાં દુકાનદાર પતા-પ્રેમીઓને બોલાવી દુકાનમાં જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.

- text

જેથી, હળવદ પોલીસ મથકના પી.આઈ પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના જયપાલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા, કિરીટભાઈ જાદવ, ભરતભાઈ ચરમટા, જીતેન્દ્રભાઈ કડીવાલ સહિતના પોલીસ જવાનો દ્વારા પાન-માવાની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતા જુગાર રમતા મહેશભાઈ ઉર્ફ મુન્રો ભુપતભાઇ સોંઢા, દિપકભાઈ ડાયાભાઈ ચાવડા, હમીરભાઈ કરસનભાઈ ચૌહાણ, જીવણભાઈ બાબુભાઈ સુરેલા, વિજયભાઈ ડાયાભાઈ ચાવડા, ભરતભાઈ દેવજીભાઈ સોંઢા, સંજયભાઈ બાવલભાઈ સોંઢા (રહે બધા રાયસંપર)ને રંગે હાથ ઝડપી લીધા હતા.

પોલીસ દ્વારા જુગારના પટમાંથી રોકડ રૂપિયા ૩૦,૧૫૦ સાથે આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text