મોરબીમાં મીની લોકડાઉનના ભંગ બદલ 5 વેપારી ઝપટે : કરફ્યુમાં લટાર મારતા 7 ઝડપાયા

- text


છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં કોવિડની ગાઈડલાઈનના ભંગના 37 ગુન્હા નોંધાયા

મોરબી : મોરબીમાં પોલીસે મીની લોકડાઉનના ભંગ બદલ 5 વેપારીઓ અને કરફ્યુમાં લટાર મારતા 7 ને ઝડપી લીધા હતા. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસે કોવિડની ગાઈડલાઈનના ભંગના કુલ 37 ગુન્હાઓ નોંધીને આ તમામ દોષીતો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં રાત્રી કરફ્યુમાં રીક્ષા કે બાઈક અને ચાલીને વ્યાજબી કારણ વગર ખોટી રીતે આંટાફેરા કરતા 7 લોકો તેમજ મીની લોકડાઉનનો ભંગ કરતા રાજ ટ્રેડર્સ, વડવાળા ટી સ્ટોલ દુકાન, બે ચાની લારી, ઓમ લેડીઝ ટેઇલર એમ પાંચ વેપારીઓ સામે, માસ્ક વગર નીકળેલા 5 લોકો, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરનાર એક ઇકો કાર,ત્રણ રીક્ષા ચાલકો, વાંકાનેરમાં ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર તવકકલ જવેલર્સના માલિક, જાહેરમાં બુટ ચંપલનો વેપાર કરનાર વેપારી, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષા, જાહેરમાં માસ્ક વગર નીકળેલા 4 લોકો, ટંકારામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર એક રીક્ષા ચાલક, કોરોના રિપોર્ટ વગર નીકળેલા બે રીક્ષા ચાલકો, શાકભાજીની દુકાનના માલિક તેમજ માળીયામાં કોરોના રિપોર્ટ વગર નીકળેલા એક રીક્ષા ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

- text

- text