ટંકારાના ક્રિષ્ના પાર્કના રહીશો દ્વારા 72 વૃક્ષોનું વાવેતર કરી ઉછેર

- text


ટંકારા : કોરોના મહામારીમાં લોકોને ઓક્સીજનનું મહત્વ સમજાયું છે ત્યારે ટંકારાના ક્રિષ્નાપાર્ક વિસ્તારના રહીશો દ્વારા સાર્વજનિક પ્લોટમાં 72 વૃક્ષોનું વાવેતર કરી કાળજીપૂર્વક ઉછેર શરૂ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાતે માનવીઓને વૃક્ષોનું મહત્વ સમજાવી દીધું છે. વર્તમાન સમયમાં ઓક્સિજનને લઈને દોડધામ અને ભારે અફરાતફરી મચી ગઈ છે. ત્યારે ટંકારા તાલુકામાં લતીપર ચોકડી નજીક જબલપુર ગામમાં આવેલ ક્રિષ્ના પાર્કના રહીશો દ્વારા રાજકોટ-મોરબી હાઇવે રોડ પર સાર્વજનિક પ્લોટમાં 72 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. અને પ્લોટની બંજર ધરતીને હરિયાળી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- text

- text