હળવદ પંથકમાં કોરોના બાદ હવે મ્યુકોર માઇકોસીસ રોગચાળાએ માથું ઉચક્યું

- text


કોરોના સારવારમાં સ્ટીરોઈડના ઉપયોગથી ફુગજન્ય બીમારીનો ઉપદ્રવ

હળવદ : હળવદ પંથકમાં કોરોના બાદ હવે મ્યુકોર માઇકોસીસ નામની બીમારીએ માથું ઉંચકતા લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ફુગ પ્રકારની આ બીમારીમાં સારવારનો ખર્ચો મોધો હોવાથી સામાન્ય દર્દીઓ માટે સારવાર કરાવી દુષ્કર બની છે. હળવદ શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં આ બીમારીના કેસો જોવા મળી રહ્યા છે.

કોરોનાની સારવારમાં સ્ટીરોઈડ દવાના ઉપયોગની આડ અસરને કારણે બીમારીમાં ખાસ કરીને મ્યુકોર માઇકોસીસ નામની બીમારીનો લોકો ભોગ બની રહયા છે. આ બીમારીના સામાન્ય લક્ષણોમાં દર્દીને આંખ, કાન, નાક અને ગળાના ભાગમાં સોજો મુખ્ય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જલ્દીથી મ્યુકોર માઇકોસીસ બિમારીનો ભોગ બનતા હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.

- text

મ્યુકોર માઇકોસીસ બીમારી અંગે હળવદ બ્લોક હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે હળવદ પંથકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં મ્યુકોર માઇકોસીસ નામની ફૂગજન્ય બીમારી જોવા મળી રહી છે. જેથી, આવી તકલીફવાળા દર્દીઓએ તાત્કાલિક ધોરણે ઈએનટી સર્જનને બતાવવું જોઈએ.

- text