વાંકાનેર : રિવર્સમાં આવતા મિલર વાહન હેઠળ કચડાતા યુવાનનું મોત

- text


મૃતકના ભાઈએ મિલર વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રિવર્સમાં આવતા મિલર વાહનની હેઠળ કચડાઈ જવાથી યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ મિલર વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આથી, વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંતોષકુમાર વિરેન્દ્રદાસ તતવા (ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. હાલ એમ્બીટો સીરામીક સરતાનપર રોડ તા. વાંકાનેર, મૂળ બિહાર) એ એઝેકસ ફલોરી (સીમેન્ટ કાંકરી ભેળવવાનું મીલર) વાહન નંબર MP-45-H-0420 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩૦ ના રોજ એમ્બીટો સીરામીક સરતાનપર રોડ ઉપર એઝેકસ ફલોરી (સીમેન્ટ કાંકરી ભેળવવાનું મીલર) વાહન નંબર MP-45-H-0420 ના ચાલકે પોતાનું વાહન રીવર્સમાં પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ ચાલીને જતા ફરીયાદીના ભાઇ આનંદદાસને પાછળથી પછાડી માથાના ભાગે એઝેકસ ફલોરી (સીમેન્ટ કાંકરી ભેળવવાનું મીલર) વાહનનું વ્હીલ માથાના ભાગે ફેરવી દઇ માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી તેમનું મોત નીપજયું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text