મોરબી જિલ્લામાં લોકડાઉનમાં ડમડમ હાલતમાં 5 અને દેશી દારૂ વેંચતા 3 ઝડપાયા

- text


મોરબી : એક તરફ લોકડાઉન, રાત્રી કરફ્યૂ અને કોવિડ ગાઈડલાઇન્સનું જાહેરનામું લાગુ છે ત્યારે મોરબી જિલ્લામાં ચાલી રહેલા ચેકીંગ દરમ્યાન કુલ 5 લોકો નશો કરેલી હાલતમાં અને 3 દેશીના ધંધાર્થીઓ પોલીસની ઝપટે ચડ્યા હતાં.

શુક્રવારે રાત્રે તથા દિવસે પોલીસ ચેકીંગ દરમ્યાન મોરબી સીટી. એ.ડીવી. પોલીસે દારૂ પીને જાહેરમાં નીકળી ગેરવર્તન કરતા 31 વર્ષીય જયંતીભાઈ ઘોઘાભાઈ વાઘાણી સામે તથા મોરબી તાલુકા પોલીસે 28 વર્ષીય રોનક મનસુખભાઈ ચૌહાણને ઘુંટુ ગામેથી નશો કરેલી હાલતમાં ઝડપી પાડી પ્રોહીબિશનની કલમ હેઠળ કેસ કર્યા છે. જ્યારે જેતપર ગામના બગીચા પાસેથી દેશી દારૂની 40 કોથળી સાથે સાગર અમરશીભાઈ માલણીયાત, 45 દારૂની કોથળી સાથે અજય ઉર્ફે ભુરો નસરશીભાઈ માથાસૂરિયાને ઊંચી માંડલ ગામેથી અને 30 વર્ષીય ફિરોજ અબ્બાસભાઈ માલાણીને રંગપર ગામની સીમમાંથી 12 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જ્યારે વાંકાનેર સીટી પોલીસે 36 વર્ષીય મયુદિન નિઝામૂદીનભાઈ શેખને કુંભારપરા પુલ પાસેથી તથા 44 વર્ષીય શૈલેષ બાબુલાલ રાઠોડને સીટી સ્ટેશન રોડ પરથી નશો કરેલી હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તથા માળીયા મી. પોલીસે નશાની હાલતમાં તથા લાઇસન્સ વિના બાઇક લઈને નીકળેલા 36 વર્ષીય મહેશભાઈ ખોડાભાઈ અદગામાને ખાખરેચી ગામના કોળીવાસ પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બાઇક ડિટેઇન કર્યું હતું.

- text