મોરબી જલારામ મંદિરે આવતીકાલ સવારથી વિનામુલ્યે મિથેલીન બ્લ્યુનુ વિતરણ

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ સવારથી મિથેલીન બ્લ્યુનુ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરવામા આવશે.

મિથેલીન બ્લ્યુ રોજ સવારે નરણા કોઠે અને સાંજે ૧ ચમચી જીભ નીચે મુકી ૧ મીનીટ સુધી રાખી પછી ગળી જવી, ૧૫ મીનીટ બાદ ચા-નાસ્તો ગ્રહણ કરી શકાય. ૫ વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા કીડનીના દર્દીઓએ મિથેલીન બ્લ્યુ ન લેવી. રાત્રે સુતી વખતે બંને નસકોરામા ૨-૨ ટીપા નાંખવા.

- text

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે. જેમા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, ઓક્સિજન સિલિન્ડર વિતરણ, ઓક્સિમિટર તથા સ્ટીમ મશીન વિતરણ, હોસ્પીટલે આવતા દર્દીઓ તેમજ જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ, પાણીની બોટલ તેમજ લીંબુ શરબત વિતરણ, આયુર્વેદીક દવાઓનુ વિતરણ સહીતની સેવાઓ સમાવિષ્ટ છે. ત્યારે આવતીકાલથી મિથેલીન બ્લ્યુનુ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરવામા આવનાર હોય મિથેલીન બ્લ્યુ ગ્રહણ કરવા સંસ્થાના અગ્રણી ચંદ્રવદનભાઈ પૂજારાની યાદીમાં જણાવાયું છે.

- text