ખેડૂતોએ મેળવેલ પાક ધિરાણનું ઓટો રિન્યૂ કરવા માંગ

- text


A.P.M.C. મોરબીના પૂર્વ ડિરેકટર કે. પી. ભાગીયા દ્વારા રાજ્યના કૃષિમંત્રીને રજુઆત

મોરબી :ખેત ઉત્પાદન અર્થે ખેડૂતોએ મેળવેલ પાક ધિરાણનું ઓટો રિન્યૂ કરી આપવા અંગે A.P.M.C. મોરબીના પૂર્વ ડિરેકટર અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. એગ્રી એન્ડ આર.ડી. બેન્ક લી. મોરબી અને મોરબી નગરપાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના પૂર્વ ચેરમેન કે.પી. ભાગીયા દ્વારા રાજ્યના કૃષિમંત્રી ફળદુને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી ફેલાતી અટકાવવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તમામ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવેલ છે.જેથી ખેડૂતોએ ઉત્પાદન કરેલા તમામ પાકોનું વેચાણ થઈ શકતું નથી.ખેત ઉત્પાદન મસ્ટ ખેડૂતોએ મેળવેલ ધિરાણ પરત ભરપાઈ કરવા માંગતા હોવા છતાં એપીએમસી બંધ હોવાના કારણે રકમ ભરપાઇ કરી શકતા નથી. વિશેષ મેળવેલ ધીરાણો ભરપાઈ કરવાના સમયે કે ધિરાણ મેળવવાના સમયે બેંકો, મંડળીઓમાં મોટી ભીડ એકત્ર થશે જેથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના રહેશે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, જે ખેડૂત ખાતેદારો મંડળી કે બેંકમાંથી ધિરાણ મેળવે છે તેમની રેકોર્ડ આધારિત સંપૂર્ણ માહિતી ડેટા રેકોર્ડ ધિરાણ આપનાર સંસ્થા પાસે છેવટ સુધીની માહિતી ઉપલબ્ધ છે. વળી ઝીરો ટકા (0%) એ આ ધિરાણ અપાયું હોય વ્યાજ વસૂલાતનો પણ પ્રશ્ન રહેતો નથી. આવી વિકટ પરિસ્થિતિ સંજોગોને ધ્યાને લઇ તારીખ 01-05-2021ની સ્થિતિએ (ગુજરાત સ્થાપના દિને) જે ખેડૂતો પાસે ખેતી વિષયક ધિરાણ બાકી હોય તે રકમ પૂરતું કેરી ફોરવર્ડ – ઓટો રિન્યુ કરી સંવેદનશીલ સરકાર ખેડૂત લક્ષી ત્વરિત નિર્ણય લઇ યોગ્ય ઘટતું કરવાની તેઓએ માંગ કરી છે.

- text