વાંકાનેર સિવિલ હોસ્પિટલની મદદે અંતે ઉદ્યોગપતિઓ આવ્યા : યુદ્ધનાં ધોરણે ઓક્સિજન વ્યવસ્થા કરાઈ

- text


 

જસદણ સિરામિક ગ્રૂપનાં પ્રગ્નેશભાઈ પટેલ કોવિડ સેન્ટર ખાતે દોડી ગયા

35000નું એક એવા ચાર 02 કોન્સેટ્રેટર ચાર ઉદ્યોગપતિ દ્વારા અર્પણ કરાયા

વાંકાનેર : વાંકાનેરમાં બેકાબુ કોરોના ને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલનાં covid વિભાગનાં તબીબો પણ ઊંધા માથે દિવસ રાત ફરજ બજાવે છે પરંતુ ઓક્સિજન અપૂરતો હોવાથી તબીબોનાં હાથ પણ હેઠા પડે છે તેવી કપરી પરિસ્થિતિ વચ્ચે વાંકાનેરનાં ઉદ્યોગપતિઓ હવે સિવિલ હોસ્પિટલનાં દર્દીઓની વહારે આવ્યા છે.

- text

વાંકાનેર જસદણ સિરામિક ગ્રૂપનાં માલિક અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ covid કેર વિભાગ ખાતે દોડી ગયા હતાં, અને જિલ્લા આરોગ્ય વિભાગ હજુ મીટિંગો જ કરે છે, કઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ત્યારે વાંકાનેર નાં ઉદ્યોગ પતિઓ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ) ઘનશ્યામ ભાઈ ઢોલરીયા ( નોબલ સિરામિક), શૈલેષભાઈ (રામકૃષ્ણ રીફેકટરીઝ), અનીશભાઈ (ઈન્ટરનેશનલ રીફેકટરીઝ) દ્વારા 35000 ની કિંમતનું એક એવા 4 નંગ o2 કોન્સેટ્રેટર તથા ઓક્સિજન બાટલાની યુધ્ધનાં ધોરણે વ્યવસ્થા કરી દેવાઈ છે, ઉપરાંત બાબભાઈ સમીર ટ્રેડર્સ દ્વારા પણ અન્ય જરૃરી મેડિકલ સાધનોની વ્યવસ્થા કરાઈ હતી, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ હજુ મીટિંગો કરે છે ત્યારે ખરા સમયે વાંકાનેરનાં આ ઉદ્યોગપતિઓ શ્વાસ લેવા તરફડતા દર્દીઓની પડખે ઊભા રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે વાંકાનેરનાં આ ઉદ્યોગપતિઓને શહેરીજનો પણ હૃદયથી બિરદાવી રહ્યા છે.

- text