મોરબી જિલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ-36-AA તેમજ GJ-36-AB તથા ફોર વ્હીલર માટે GJ-36-AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.15 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. અને તા.16 ના રોજ સવારના 9 થી 4 કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.16 ના રોજ સાંજે 5 કલાકે ઓકશનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ 5 (પાંચ) માં આર.ટી.ઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગ પબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text