મોરબીમાં રાત્રી કરફ્યુના અમલ વચ્ચે નિયમભંગ બદલ વાહનચાલકો દંડાયા

- text


બાઈક, રીક્ષા સહિતના પેસેન્જર વાહનો ઝપટે ચડ્યા

મોરબી : મોરબીમાં બુધવારે રાત્રે 8 વાગ્યાથી રાત્રી કરફ્યુનો કડક અમલ કરવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રીના 8 વાગ્યાની સાથે તમામ દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને તમામ મુખ્ય બજાર વિસ્તાર સુમસામ બની ગયા હતા. જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન અને બી ડિવિઝનની પોલીસ ટીમોએ રાતભર વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું અને રાત્રી કરફ્યુમાં બિનજરૂરી કામે નીકળેલા અમુક લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

- text

મોરબી જિલ્લામાં બુધવારે દિવસ દરમિયાન કોરોના અંગેની ગાઈડલાઈન અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે દંડનીય અને વાહન ડિટેઇનની કાર્યવાહી કરવામાં આવી હતી અને બાઈક, રીક્ષા સહિતના પેસેન્જર વાહનો ઝપટે ચડ્યા હતા. જિલ્લામાં એમ.વી.એ -207 હેઠળ 5 કેસ કરવામાં આવ્યા હતા અને રૂ. 2,06,355 નો આરટીઓ દંડ ફટકાર્યો હતો. જ્યારે એમ.વી.એ.એન.સી હેઠળ 35 કેસ અને રૂ. 16300 નો હાજર દંડ ફટકાર્યો હતો. તેમજ આઈ.પી.સી. 279 હેઠળ એક અને આઈ.પી.સી.283 હેઠળ 1 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 12 વાહનોને ટોઇંગ કરીને આ વાહનોના ચાલકોને રૂ. 2400 નો દંડ ફટકાર્યો હતો.

- text