વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર

- text


સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની સુવિધા નથી!

વાંકાનેર : સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે અને હાલ 30 બેડની ક્ષમતા ધરાવતા આ વિભાગમાં અત્યારે 14 પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. અને એકને ગંભીર લક્ષણો જોવા મળતા મોરબી ખાતે રિફર કરાયેલ હોવાની વિગતો મળી છે.

વાંકાનેરનાં ખાનગી દવાખાનાઓમાં પણ શરદી ઉધરસ તાવનાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ બાબતે વાંકાનેર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ફાલ્ગુનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય શરદી ઉધરસ તાવમાં પણ લોકો કોરોના ટેસ્ટ માટે દોડે છે. તેને બદલે તબીબ સલાહ આપે તો જ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. હાલ ઉપરથી જ કોરોના ટેસ્ટ કીટ મર્યાદિત માત્રામાં મળતી હોય જેને ખરેખર ટેસ્ટની જરૂરિયાત જણાય તેને જ કોરોના ટેસ્ટ કરાવવા જોઈએ. જેથી કરીને જેને ખરેખર ટેસ્ટ કરાવવો જરૂરી છે તેવા પેશન્ટ વંચિત ન રહે. તેમ જણાવ્યું હતું.

- text

જોકે, વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ પહેલા જ કોવિડ કેર વિભાગ યુધ્ધનાં ધોરણે શરૂ કરી દેવાયો છે. જેમાં હાલ 14 પેશન્ટ સારવાર હેઠળ છે. જોકે અહીં ફિઝિશિયન ન હોવાને કારણે વેન્ટિલેટરની સુવિધા નથી. ગઈકાલે જ ગંભીર લક્ષણો જોવા મળતા એક પેશન્ટને મોરબી રીફર કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરમાં સામાન્ય શરદી ઉધરસ તાવ એટલે કોરોના જ હોય તેમ પણ ન માની લેવું જોઈએ અને ધીરજ પૂર્વક સારવાર લેવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરાયું છે. જોકે હાલની પરિસ્થિતિ જોતાં વાંકાનેર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો અને દરેક વિસ્તારોમાં સેનેટાઈજેશન શરૂ કરી દેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જોકે હાલમાં નગરપાલિકા દ્વારા ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.

- text