જસાપરમાં શુક્રમણી શાળાની વિદ્યાર્થિની બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષામાં ઉતીર્ણ

- text


માળીયા મીયાણા : માળીયા મીયાણા તાલુકાની શુક્રમણી પ્રાથમિક શાળા-જસાપરની ધોરણ 5ની વિદ્યાર્થિની કાનગડ ખુશાલી પ્રકાશભાઈએ તાજેતરમાં લેવાયેલી ઓલ ઈન્ડિયા બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષા પાસ કરી અને મેરીટ લિસ્ટમાં કવોલિફાઇડ થયેલ છે. જે બદલ શાળા પરિવાર હર્ષ અને ગર્વની લાગણી અનુભવે છે. તેમજ ખુશાલી કાનગડ ખૂબ પ્રગતિ કરે તેવી આચાર્ય અશ્વિનભાઈ આહિર અને શિક્ષકગણ તેમને શુભકામનાઓ પાઠવેલ છે.

- text