મોરબી જિલ્લા જન અધિકાર મંચ દ્વારા નવા હોદેદારોની નિમણુંક કરાઇ

- text


મોરબી : મોરબી જન અધિકાર મંચ દ્વારા હોદેદારોની નિમણુંક કરવામાં આવેલી છે. જેમાં જિલ્લા પ્રમુખ તરીકે કાનાબાર સચીન અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે કેવિનભાઈ કારીયા, પ્રશાંતભાઈ પંડયા, નિખીલભાઈ ભાવસાર અને જયદીપભાઈ સુતરીયાની નિમણુક કરવામાં આવી છે.

આ ઉપરાંત, જીલ્લા મહામંત્રી તરીકે રાજદીપસિંહ ઝાલા, ક્રીપાલભાઈ સોરઠીયા, નવધનભાઈ પરમાર અને જયભાઈ કકકડની વરણી કરવામાં આવી છે. તેમજ જિલ્લામંત્રી તરીકે કશ્યપભાઈ દવે, ઉગાભાઈ રાઠોડ, પશવંતભાઈ ઘેડીયા અને મોહીતભાઈ ઝાલાને જવાબદારી સોંપવામાં આવી છે.

વધુમાં, જિલ્લા સહમંત્રી તરીકે રવીભાઈ રાવલ, વિશાલભાઈ ભેંસદડીયા, નિલેશભાઈ પરમાર, હર્ષદભાઈ કંસારા, ઈન્દ્રજીતસિંહ ઝાલા અને ચીરાગભાઈ શુકલા તેમજ સોશિયલ મીડિયા સમિતિમાં દિલીપભાઈ ડાંગર, કિસાન સમિતિમાં જયદીપભાઇ પટેલ, લીગલ સમિતિના કન્વિનર તરીકે રાહુલભાઈ ડાંગર, લીગલ સમિતિના સહકન્વિનર તરીકે વિપુલભાઈ ખામભડીયા, બિઝનેસ સમિતિમાં જયદીપભાઇ સુવારીયા, શિક્ષણ સમિતિમાં દિવ્યરાજસિંહ જાડેજા અને રોજગાર સમિતિમાં અશ્વિનભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી જન અધિકાર મંચ દ્વારા આગામી દિવસોમાં ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકામાં વિવિધ હોદાઓ પર વરણી કરવા આવશે. તો જે લોકો જોડાવા માંગતા હોય તે જિલ્લા પ્રમુખ સચિન કાનાબાર (97261 22009) અને દિલીપ ડાંગર (99793 83664)નો સંપર્ક કરી શકે છે.

- text