વાંકાનેરમાં વ્હોરા સમાજનાં 70 લોકોએ કોરોના રસી મુકાવી

- text


વ્હોરાવાડનાં જુમાતખાને સોશ્યલ ડિસ્ટન્સ સાથે વેક્સિનેશન કરાયું

(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરમાં આજરોજ દાઉદી વ્હોરા સમાજના લોકોને કો વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

બ્લોક હેલ્થ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરનાં દાઉદી વ્હોરા સમાજના 70 લોકોને કોરોના વેક્સિનેશ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. વ્હોરા વાડ ખાતે આવેલ વ્હોરા સમાજના જુમાત ખાના ખાતે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં 45 થી 60 ઉમર વચ્ચેનાં કો મોરબીડીટી (ગંભીર બીમારી) ધરાવતા અને 60થી વધુ ઉમરના તમામ લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. અંજુમને બદરી જમાત કમિટી વાંકાનેરનાં સભ્યો સહિત વ્હોરા સમાજના લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું.

- text

- text