હળવદ : વધુ ભાડાની લાલચ આપી જેસીબી હીટાચી મશીનો ઉપાડી ગયા

- text


૭ જુલાઈ ૨૦૨૦ ના રોજ બનેલા બનાવમાં ત્રણ શખ્સો સામે કુલ રૂ.૬૦ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના ઢવાણા ગામે વધુ ભાડાની લાલચ આપી ત્રણ શખ્સો જેસીબી હીટાચી મશીનો ઉપાડી ગયા હોવાનો બનાવ હળવદ પોલીસ મથકે પહોંચ્યો છે.જેમાં સાત જુલાઈના રોજ બનેલા બનાવમાં ત્રણ શખ્સો સામે કુલ રૂ.૬૦ લાખની છેતરપીંડીની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે. ઢવાણા તા.હળવદ) એ આરોપીઓ શોહેબ (રહે.અમદાવાદ), મહમદ ઇલીયાસ એમ શેખ (રહે.શાહપુર;બેલદરવાડ;અમદાવાદ), રવિ રતનસિંહભાઇ સોલંકી (રહે.પ્લોટ નં ૨૦૧ બી,શીવધારા સો.સા;મેઘપુર તા.અંજાર જી.કચ્છ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસાથી તા.૧૩/૦૩/૨૦૨૧ સુધી બનેલા આ બનાવમાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો પાસેથી જે.સી.બી મશીન તથા હીટાચી મશીનનુ વધુ ભાડાની લાલચ આપી સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઇ ગયા હતા.

- text

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ફરીયાદીના જે.સી.બી મશીન-૨ જેની કી.રૂ ૪૦,૦૦,૦૦૦ તથા સાહેદ સોજીત્રા અરવિંદભાઇ મોહનલાલનું જે.સી.બી મશીન-૧ જેની કી.રૂ ૨૦,૦૦,૦૦૦ જે બધા મળી કુલ રૂ.૬૦,૦૦,૦૦૦ ની રકમની શરુઆતમાં ફરીયાદીને વિશ્વાસમા લઇ અન્ય જે.સી.બી. તથા હિટાચી ભાડે લઇ જઇ ચારેક માસ વધુભાડાની લાલચ આપી ત્યારબાદ ભાડુ નહી આપી આ તમામ મશીનો સગેવગે કરી ફરી.તથા સાહેદો સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી છેતરપીંડી કરી પોતાના કબ્જામાં ગે.કા રીતે વાહનો રાખ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text