મોરબી : લોહાણા સમાજના વડીલો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ

- text


રસીકરણ માટે જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બકુલભાઈ રાચ્છનો સંપર્ક કરવો

મોરબી : સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વર્ષ ૨૦૨૧ સમગ્ર વિશ્વ માટે આશાનુ એક નવુ કીરણ લઈને આવ્યુ છે. કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બનતાની સાથે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે રસીકરણ અભિયાનને પુરજોશમા વેગ આપ્યો છે. જેથી ઝડપથી આ વિશ્વવ્યાપી મહામારીમાંથી આપણો દેશ મુક્ત બની શકે. સરકાર દ્વારા તબક્કાવાર રસીકરણ અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે. ત્યારે મોરબી લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), રાજુ ભાઈ સેતા, નિર્મિત કક્કડ સહીતનાએ મોરબી ડી.ડી.ઓ. ભગદેવ તથા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતિરાસાથે મુલાકાત કરી, તેમના માર્ગદર્શન આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધી લોહાણા સમાજના દરેક વડીલોને કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બને તે અંગે આયોજન કર્યુ છે.

- text

જે અંતર્ગત 60 વર્ષથી વધુ વયના દરેક વડીલો તેમજ 45 થી 60 વર્ષ સુધીના બિમારી ધરાવતા લોકોએ શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે બકુલભાઈ રાચ્છનો સવારે 10 થી 12 તથા સાંજે 4 થી 6 વાગ્યા સુધીમા સંપર્ક કરી નામ નોંધાવવાનુ રહેશે. 50-50 લોકોના જુથને તબક્કાવાર રસી આપવામા આવશે. નામ નોંધાવતી વખતે તથા રસીકરણ વખતે આધાર કાર્ડની ઝેરોક્ષ તથા કોઈ બિમારી હોય તો તેની ફાઈલ સાથે રાખવા નિર્મિત કક્કડ, કન્વીનર લોહાણા મહાજન-મોરબીની યાદીમાં જણાવાયુ છે.

- text