મોરબીમાં ટ્રેનની હડફેટે ઘાયલ યુવાનને રાજકોટ ખસેડાયો

- text


મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટકે ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા માથામાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી બાદ ગંભીર હાલતમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવાનને વધુ સઘન સારવારની જરૂરિયાત વાર્તાતા ડોકટરોએ ઇજાગ્રસ્ત યુવકને રાજકોટ ખસેડવાની સલાહ આપી હતી.

- text

મોરબી સીટી બી. ડીવી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 37 વર્ષીય અશોકભાઈ સાદુરભાઈ કાવઠીયા (હાલ રહે.વીશીપરા મોરબી, મૂળ રહે.બાબરા જી.અમરેલી) નામનો યુવાન ડેમુ ટ્રેનની હડફેટે ચડી ગયો હતો. મોરબીના વિશીપરામાં ઈંટના ભઠ્ઠામાં મજુરી કામ કરતો યુવાન સામાકાંઠે નટરાજ ફાટક પાસે ટ્રેનની હડફેટે ચડી જતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. રેલ્વે પોલીસની હદમાં બનેલા બનાવની તપાસ રતિલાલભાઈ સહિતના સ્ટાફે હાથ ધરી છે.

- text