મોરબીના કુબેર સિનેમા માર્ગ પર અંધારપટ્ટ છવાયો

- text


મોરબી: મોરબીમાં સ્વચ્છતા, રોડ રસ્તા, ગટર ઉભરાવવાની અને પાણીની સમસ્યાઓની સાથે સ્ટ્રીટલાઇટોની નિયમિત જાળવણી ન કરાતી હોવાની ફરિયાદો રોજબરોજ વધતી જાય છે ત્યારે વધુ એક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદ ઉઠી છે.

- text

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતાં રસ્તા પર તમામ સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 11 માર્ચના રોજ આવનારી શિવરાત્રી પર્વને અનુલક્ષીને શોભેશ્વર મંદિરે મોડી રાત સુધી ભાવિકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત આ રસ્તા પર જ એક વૃદ્ધાશ્રમ અને વિકાસ વિદ્યાલય પણ આવેલા હોય તેમજ આ વિસ્તારમાં શ્રમિકોનો પણ મોટાપાયે વસવાટ હોય રાત્રિના સમયે તમામ સ્થાનિકોને સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને લઇને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરોક્ત અરજીમાં રાજુભાઈ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, આ લાઈટો ઘણા સમયથી બંધ છે. જેમાં કેબલ બળી ગયો હોવાનું કારણ આપીને લાઇટો હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. ઉપરોક્ત વિસ્તારમાં અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો પણ ઘણી વખત રાહદારીઓને પરેશાન કરતા હોય ત્યારે કોઈ મોટી ઘટના ઘટે તે પહેલા આ વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરાવવા માટે સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા તેમજ મુસ્તાકભાઈ બ્લોચ સહિતનાઓએ ચિફ ઓફિસર સહિત મોરબી જિલ્લા કલેકટરને પણ અરજી કરી છે.

- text